આ પુસ્તક માં ભારત માં ઇંગ્લિશ સાહિત્ય નાં અભ્યાસક્રમ ના હેતુઓ અને ઈરાદા ઓનું અર્થઘટન છે. ભારતીય યુનિવર્સિટીઓ માં ઇંગ્લિશ સાહિત્યનો અભ્યાસક્રમ જાણે ભાષા સાહિત્યના અભ્યાસક્રમો માં એક પ્રકાર ની સર્વોચ્ચતા મેળવી રહ્યો છે અને તેનો ઉપયોગ જન સમુદાયો પર નિયંત્રણ મેળવવા છે. આ પુસ્તક ના ત્રણ ભાગ માં, વસાહતી ભારત, આઝાદ ભારત, અને વર્તમાન ભારત માં ઇંગ્લિશસાહિત્ય ના અભ્યાસક્રમના હેતુઓ નું અર્થઘટન છે. તેમજ અભ્યાસક્રમો કેવી રીતે પ્રશિષ્ટ સાહિત્ય (લિટરેરીકેનન) નું નિર્માણ કરે છે તેનો અભ્યાસ કરવા માં આવ્યો છે. બિન સાહિત્યિક મૂલ્યો એ ભાષા સાહિત્યના અભ્યાસમાં કેવી અરાજકતા ફેલાવી છે તેની વાત મો નો ગ્રાફ માં કરવામાં આવી છે.
(લેખકસહદેવલુહાર) (મૂળકિંમતરૂ. ૧૬૦/- વેચાણકિંમતરૂ. ૮૦/-)