No Image Available

પ્રયાસ એક અનોખી શિક્ષણ પ્રથા:

 Author: Dr. Mukti Kapil Patel  Publish: November 28, 2021  ISBN: 978-93-92926-03-7
 Description:

Price : 100/-

 

આ માત્ર એક પુસ્તક નથી, એક સપનું છે અને એ પણ એક વ્યક્તિ એ નહીં અનેક લોકોએ સેવેલું સપનું. આ પુસ્તક જવાબ છે અનેકવિધ પ્રશ્નોનો : જેમકે પર્વતમાન નિરાશાજનક શિક્ષણપ્રથામાં શું બદલાવ સંભવ છે? એક ભારતીય આશાવાદી સ્ત્રી પોતાના લક્ષ્યને પામવા કેવી તકલીફોનો સામનો કરે છે ? સમાજમાં કોઈ પણ બદલાવ માટેના નવીનતમ પ્રયાસને સમાજ કેવી રીતે આવકારે છે? શિક્ષણક્ષેત્રે એક નવો ચીલો ચાતરના૨ને આખા વિશ્વનો સાથ કેવી રીતે સાંપડે છે? કેવી રીતે એક નાના નગરમાં વસતી દીકરીના મનના વિચારો, એક ક્રાંતિકારી શરૂઆત માટેનું વિચારબીજ બને છે ?

 

આ પુસ્તક એવા વ્યક્તિઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે જે ભારતીય શિક્ષણપ્રથામાં સકારાત્મક બદલાવ ઝંખે છે. જે પોતાનો જીવન માર્ગ જાતે નક્કી કરી સમાજના પડકારોનો સામનો કરી, પોતાના જન્મને કોઈક રીતે સાકાર કરી બતાવવાની ખુમારીથી જીવે છે. જે લોકો પરિણામની પરવા કર્યા વગર પોતાના નિસ્વાર્થ પ્રયત્નોથી ભાવિ પેઢીને નવી દિશા સૂચવવા કટિબદ્ધ છે.


 Back