પુસ્તક

વેચાણ

કેન્દ્ર

આપણે સૌ જાણીએ છીએ એમ માનવજીવનને ઉન્નત અને સમૃદ્ધ બનાવવા માટે હંમેશા પુસ્તકોનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે. માનવજીવનને પ્રભાવિત કરવા માટે પુસ્તકોએમહત્વની ભૂમિકા ભજવી છે અને ઉચ્ચ શિખરે પહોંચાડવા માટે હંમેશા પુસ્તકો માર્ગદર્શકની ભૂમિકા એટલે કેદીવાદાંડી સમાન છે. મનુષ્યનું જીવન અને પુસ્તકો એકબીજાના પરસ્પર પૂરક રહ્યાં છે માટે જ મનુષ્ય હંમેશા પુસ્તક પ્રિય અને ભાવક રહ્યો છે. પુસ્તકોનામનન ચિંતન દ્વારા જીવનને પણ વધારે સમૃદ્ધ અને ઉચ્ચ શિખરે પહોંચાડવા માટેમનુષ્ય હંમેશાઉત્સાહી રહ્યો છે. જેમાં પુસ્તકોએપ્રેરક અને પોષકની ગરજ સારીછે. માનવજીવન અને શિક્ષણ જગતમાં આ પુસ્તકોની મહત્તાને  ધ્યાનમાં રાખીને એન.એસ.પટેલ આર્ટસ કોલેજ, આણંદમાં એક અલાયદું પુસ્તક વેચાણ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે જે નિમિત્તે પુસ્તક પ્રેમીઓને ખૂબ જ સરળતાથી અને સહજતાથી સામાન્ય કિંમતે એટલે કે 30 ટકાથી 50 ટકા સુધીના વળતરે  તેમને પુસ્તકો પ્રાપ્ત થાય તથા એમનો વાંચન રસ કેળવાય તેમજ પુસ્તકોના મનન ચિંતન દ્વારા એમના જ્ઞાન અને વિદ્યાનો વિસ્તાર થાય તે થકી તેમનામાં પ્રતિભા કેળવાય અને એમનું માનવજીવન ઉજ્જવળ બને એવી એક ભાવના અંતર્ગત આજે પણ એન.એસ.પટેલ આર્ટસ કોલેજમાં આ પુસ્તક પરબ એટલે કે પુસ્તક વેચાણ કેન્દ્રની પ્રવૃત્તિ આજે પણ  કાર્યરત છે.જેનો લાભ વિદ્યાર્થીઓ અને નગરજનો લઇ રહ્યાં છે. જે અમારા માટે આનંદ અને ગૌરવની ઘટના ગણાય. આ પુસ્તક વેચાણ કેન્દ્રમાં અનેક વૈવિધ્યસભર પુસ્તકો જેવાંકે, સાહિત્ય, શિક્ષણ, શાસ્ત્ર, અધ્યાત્મ, ધાર્મિક, સામાન્ય જ્ઞાન અને માનવ જીવનને કેન્દ્રમાં રાખીને અનેક શ્રેણીઓ ઉપલબ્ધ છે